Did you know ?

ઇન્ડિયા ગેટ અને ગેટવે ઓફ ઇન્ડિયાનો ભેદ

શું તમે જાણો છો ?

ઇન્ડિયા ગેટ દિલ્હીમાં આવેલો છે, જયારે ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈમાં, પણ તમને ખબર છે બનેમાં ભેદ શો છે ? મિત્રો, દિલ્હીના રાજપથ પર આવેલા ઇન્ડિયા ગેટની ઉંચાઈ ૪૨ મીટર છે.પ્રથમ વિશ્વયુદ્ધ અને અફઘાન યુદ્ધમાં સહીદ થનારા ભારતીય જવાનોની યાદમાં ૧૯૩૧ ઇન્ડિયા ગેટનું બાંધકામ થયું હતું.આ ગેટના વાસ્તુંશીલ્પકાર એડવીન લ્યુત્ટીયન્સ્ હતા.




એવી જ રીતે ગેટવે ઓફ ઇન્ડિયા મુંબઈના દરિયાકિનારે આવેલો છે. તે ૨૬ મીટર ઉંચો છે. બ્રિટનના રાજા જ્યોર્જ પાંચમાં અને રાની મેરીની ભારતયાત્રાની યાદમાં ગેટવે ઓફ ઇન્ડિયા બનાવામાં આવ્યો હતો. દેશ આઝાદ થયો પછી અંતિમ બ્રિટીશ સેનાએ આ દરવાજાથી જ વિદાય લીધી હતી. દરિયાઈ રસ્તેથી મુંબઈ આવનાર લોકો સૌ પ્રથમ પહોચતા હતા.

No comments: