મિત્રો હમણાં હમણાં ૩ - ૪ દિવસની રજા હતી તેમાં ટી.વી. સર્ફિંગ કરતા કરતા મીલેનીયમ સ્ટાર અમિતાભ બચ્ચનની ગુજરાત પ્રવાસનના વિકાસ માટે શૂટ કરાયેલી જાહેરાત જોવામાં આવી.....અહા !!!!! અદભુત છે. જોવાની મઝા પડે અને સાથે સાથે ગુજરાતી હોવાનો ગર્વ પણ થાય કે, વાહ આપણું ગુજરાત આટલું અલૌકિક છે. અને એ કેહવાનું પણ મન થાય કે સમગ્ર ગુજરાત નહિ પણ વિશ્વના દરેકએ દરેક ગુજરાતીની લાગણીઓ હરખાઈ જશે.... અને વિશ્વના તમામ લોકોને પોતાના જીવનમાં એકવાર ગુજરાત આવવાની ઈચ્છા અચૂક થવાની જ. તો પછી આઓ ગુજરાત માં...લેવા ખુશ્બુ ગુજરાત કી.
તમે આ જાહેરાત youtube પર પણ જોઈ શકો છો.

No comments:
Post a Comment