મિત્રો હમણાં થોડા દિવસ પહેલા જ તમને ખબર હશે કે આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ તારીખ ૩૦/૧૦/૨૦૧૦ ના શનિવારના રોજ વાંચે ગુજરાત અંતર્ગત " એકસાથે વાંચશે ગુજરાત" કાર્યક્રમ યોજ્યો હતો તેમાં આપને સૌ ગુજરાતીઓ એ સવારના ૯.૦૦ કલાક થી ૧૦.૦૦ કલાકમાં વાંચન કરવાનું હતું અને આપણા મોદી સાહેબના આહવાનને આપને સૌએ યથાયોગ્ય પ્રયત્નથી પૂર્ણ કર્યો. અમે પણ અમારી ડાભસર પ્રાથમિક શાળામાં " એકસાથે વાંચશે ગુજરાત"કાર્યક્રમ યોજ્યો હતો... અમે સૌ આ કાર્યક્રમ કરવામાં થોડી મૂંઝવણ અનુભવતા હતા કારણ કે પરિક્ષા પછી બાળકોની હાજરી પાંખી થઇ જાય છે પણ અમે આ દિવસે બાળકોની વાંચન પ્રત્યેની ભૂખ અને તેમની લાલસા જોઈ ખુશ થયા કેમ કે તે દિવસે બાળકોની હાજરી લગભગ ૬૫ થી ૭૦ ટકા હતી અને અંતે અમારી આ વાંચન વિકાસ ગાથામાં સૌ વિદ્યાર્થીઓ પણ જોડાયા અને તેને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો.
વાંચનના શુભ પર્વમાં અમારા તાલુકાના બી.આર.સી.કો.ઓર્ડીનેટર સાહેબ શ્રી રોહિતભાઈ રાવલ પણ પ્રેરણા મુલાકાતે આવ્યા હતા અને તેમની વાંચનની યાત્રા અમારે ત્યાં સારું કરી... અલબત અમે કહી શકીએ કે અમે આ વિકાસ ગાથાને સારી રીતે આગળ વધાવી શક્યા.
મિત્રો આ રહી થોડી ઝાંખી અમારા "વાંચશે ગુજરાત કાર્યક્રમની"

"વાઈબ્રન્ટ બનીને નાચે ગુજરાત
જ્ઞાનના આભમાં રાચે ગુજરાત
પ્રેરણા આપે છે સાચે ગુજરાત
જુઓને આ કેટલુ વાંચે ગુજરાત!"
જ્ઞાનના આભમાં રાચે ગુજરાત
પ્રેરણા આપે છે સાચે ગુજરાત
જુઓને આ કેટલુ વાંચે ગુજરાત!"

No comments:
Post a Comment